હું શોધું છું

હોમ  |

રેવન્યુ એડવાઈઝર
Rating :  Star Star Star Star Star   

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજય, અમદાવાદ ખાતે કરારના ધોરણે રેવન્યુ એડવાઈઝરની જગ્યાઓ ઉપર નિમણૂક

           ભ્રષ્ટાચાર અને લાંચની બદી ડામવા સરકાર કૃતનિશ્ર્ચયી અને અગ્રેસર છે. વધતી જતી આ બદીને અટકાવવા જેમાં ખાસ કરીને લાંચ આપનાર અને લેનાર બંને પક્ષે મેળાપીપણાથી થતા  અને ભ્રષ્ટાચારમાંથી બનતી આવકના પ્રમાણમાં અસમાન સંપતિના કેસો શોધી અને અટકાવવા લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો એ એક સરકારી જાહેરહિતમાં કામ કરતી સક્ષમ સંસ્થા છે. ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનની અસરકારકતા માટે અપ્રમાણસર મિલકતોના કેસોમાં મિલકતના સાચા વેલ્યુએશન માટે તથા તપાસના કામે સલાહ આપવા માટે  લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરીની તથા જિલ્લાની કચેરીની અસરકારક કામગીરી માટે પ્રિવેન્ટીવ એકશન યુનિટ માટે ૧ રેવન્યુ એડવાઈઝર ની સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યા ઉપર કરારના ધોરણે નિમણૂંક આપવાની છે.

જગ્યાઓ:

૧ રેવન્યુ એડવાઈઝર

          આ જગ્યાઓ માટે નિમણૂક સ્થળ અમદાવાદ રહેશે, નિમણૂક આપનાર સત્તાધિકારી બ્યૂરોના તાબા હેઠળના કોઈ પણ સ્થળે કામ લેવા સક્ષમ રહે છે.

 

- ઉમેદવારે ઈન્ટરવ્યુ માટે આ હેતુ માટે બનાવવામાં આવેલ કમિટી સમક્ષ આપવામાં આવે તે  તારીખ સમયે અમદાવાદ ખાતે હાજર રહેવાનું રહેશે.

- ઈન્ટરવ્યુની હાજરી માટે ઉમેદવારને કોઈ ભાડા ભથ્થું ચૂકવવામાં આવશે નહી.

Ø  રેવન્યુ એડવાઈઝર:

      લઘુત્તમ શૈક્ષણિક લાયકાત:

     માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો રેવન્યુ એડવાઈઝરની જગ્યાની અરજી માટે પાત્ર ગણાશે,

અપેક્ષિત અનુભવ :

ઉમેદવારો જમીન/મહેસૂલ તથા રેવન્યુ વિભાગને સબંધિત તમામ રેવન્યુ કામગીરીનો ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, મહેસૂલી સત્તાઓ અને જવાબદારીઓનું જ્ઞાન/જંત્રી તથા આકારણી અંગે જમીનના મહેસૂલી કાયદાઓનો અનુભવ અને સરકારીશ્રીની ખાનગી/સરકારી જમીનો અંગે વખતો વખતની જમીનની મહેસૂલી અને જમીન વ્યવસ્થાપનની નીતિ અંગેનો ક્ષેત્રિય અભ્યાસ/અનુભવ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં ટોચ અગ્રતા આપવામાં આવશે.

ઉપરોકત  જગ્યા માટે નિવૃત્ત સરકારી અધિકારી પણ અરજી કરી શકે છે. જે માટે પે બેન્ડ + ગ્રેડ પેના ૬૦% રકમ માસિક એકત્રિત વેતન તરીકે નિવૃત્તિ બાદ કરારના ધોરણેની નિમણૂક દરમિયાન મળવાપાત્ર થશે, તેઓની નિમણૂક સરકારશ્રીની મંજૂરીને આધિન રહેશે.

નિમણૂક પામતા ઉમેદવારે કરાર આધારિત નિમણૂંક હોઈ, નકકી કરાયેલ ધોરણનુસારનું કરાર કરવાનો રહેશે કરારની શરતો સરકારી તથા બ્યૂરો દ્વારા થતા નિયમો અને તેમાં થતાં વખતો-વખતના સુધારા નિમણૂક પામતા ઉમેદવારને બંધનકર્તા રહેશે.

 

સંપર્ક: ટે.ફોન નંબર ૦૭૯- ૨૨૮૬૯૨૨૮, ૨૮૮૬૦૩૪૩, ૨૨૮૬૦૩૪૧

                                                                                                                  ઈ.ચા.નિયામક,

                                                                      લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, 

                                                                                                          ગુજરાત રાજય, અમદાવાદ.
         

રેવન્યુ એડવાઈઝર તરીકે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો ખાતે કરારના ધોરણે નિમણૂક માટેનું અરજી ફોર્મ

 

 

જે જગ્યા માટે ઉમેદવારી નોંધાવે છે તે જગ્યાનું નામ:

 

 

પાસપોર્ટ ફોટો


નામ

 

જન્મ તારીખ

 

સરનામું

રહે.………….........................

……………………………………..

ટેલી./મો/ઈ-મેલ………………..

કચેરી……………………………….

…………………………………….

ટેલી/મો/ઈ-મેલ………………..

()

હાલની પ્રેકટીસનું સ્થળ/હાલમાં ચાલુ કામની વિગત

 

શૈક્ષિણક લાયકાતની વિગત (સ્નાતકથી શરૂ કરી)

 

પાસ કરેલ પરીક્ષા

 

 

પાસ કર્યાનું વર્ષ

કોલેજ

યુનિવર્સિટી

મેળવેલ વર્ગ/ગ્રેડ       

ટકા અને માર્કસ 

ખાસ વિષય

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અનુભવની વિગત

 

 

કોઈ સંસ્થા/સરકાર(રાજય/કેન્દ્વ) સરકારી વિભાગ/ ખાનગી સંસ્થાના માટે કરેલ કામગીરીની વિગત તથા હાલમાં કામ સંભાળતા હોય/સંભાળેલ હોય તો તેની વિગત

 

અગાઉ ગુન્હો દાખલ થયેલ હોય તો તેની વિગત/ ગુનામાં સંડોવણીની વિગત

 

થનાર નિમણૂક માટે કોઈ ખાસ નોંધપાત્ર બાબત જે નિમણૂક માટે મહત્વની હોય

 

               

અરજીમાં દર્શાવેલ તમામ વિગત અમારી માન્યતા મુજબ સાચી છે

ઉમેદવારની સહી

સ્થળ:

તારીખ:

નોંધ: અરજી સાથે ઉપર જણાવેલ વિગતોનો જરૂરી આધાર અચૂક મોકલવાના રહેશે,

નોંધ: અરજી સાથે ઉપર જણાવેલ વિગતોનો જરૂરી આધાર અચૂક મોકલવાના રહેશે,                                   સ્કૂલ લીવીંગ સર્ટી, રહેણાંક મકાન લાઈટ બિલ/ટેક્ષ બિલ પૈકી એક તેમજ શૈક્ષિણક લાયકત તેમજ અનુભવના પ્રમાણપત્રો

 

     ૧૧ માસના સમય માટે કરારના ધોરણે અપાતી/માનદ્દ વેતનથી નિમણૂંકો અંગેની બોલી અને શરતો

૧.      શ્રી (નિમણૂંક અપાતા ઉમેદવારનું નામ) ને કરારના સમયગાળા દરમિયાન                     રૂ. ૪૦,૦૦૦/-ના માસિક ફીકસ માનદ વેતન મળશે. તેઓની નિમણૂક કરારના ધોરણે ગણવામાં આવશે તથા કરારની મુદત ૧૧ માસની રહેશે.

૨.      ઉભયપક્ષે એક માસની નોટીસ અથવા એક માસની ફીકસ માનદ વેતન સાથેનો નોટીસ પગાર આપીને કરારનો અંત લાવી શકાશે.

૩.      નિયત ફીકસ માનદ વેતન પર કોઈપણ જાતના ભથ્થાં મળવાપાત્ર થશે નહી.

૪.      કરારના સમયગાળા દરમિયાન શ્રી (નિમણૂંક અપાતા ઉમેદવારનું નામ) ને ફીકસ માનદ વેતનમાં કોઈપણ પ્રકારનો વધારો કે ઈજાફો મળવાપાત્ર થશે નહી. મોંઘવારી ભથ્થું, વચગાળાની રાહત અથવા પગાર પંચના બીજા લાભો કે સેવા વિષયક અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી.

૫.      કરારના સમયગાળા દરમિયાન મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહી.

૬.      કરારના સમયગાળા દરમિયાન બજાવેલ સેવા/નોકરી પેન્શન, બોનસ, એલ.ટી.સી., એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઈ નાણાકીય લાભો સરકારશ્રી પાસેથી મેળવવાને પાત્ર ગણાશે નહી.

૭.      કરારના સમયગાળા દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેમણે બજાવેલી ફરજના સમયગાળાની ફીકસ માનદ વેતનની લેણી રકમ કર્મચારીના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. પરંતુ બીજા લાભ એકસગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.

૮.      શ્રી (નિમણૂંક અપાતા ઉમેદવારનું નામ)ને સમાન સંવર્ગના અધિકારીએ જે ફરજો બજાવવાની  થતી હોય તેવી ફરજો બજાવવાની રહેશે, તે માટે કચેરીમાં ફરજ પાલનનો જે સમય નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. તેમજ પ્રાઈવેટ પ્રેકટીસ કે અન્યત્ર પાર્ટટાઈમ નોકરી કરી શકશે નહી. જાહેર રજાના દિવસોએ પણ સરકારી કામગીરીની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તો તે મુજબ ફરજ બજાવવાની રહેશે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહિ.

૯.      શ્રી (નિમણૂંક અપાતા ઉમેદવારનું નામ)ને કરારના સમય દરમિયાન વાર્ષિક ધોરણે ૧૧ પરચૂરણ રજા મળવાપાત્ર થશે અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહી. તે સિવાયની રજા ભોગવશે તો તે રજાના દિવસના પગારની કપાત કરી લેવામાં આવશે. મહિલા કર્મચારીઓને રજાના નિયમો મુજબ પ્રસુતિ રજાઓ મળવાપાત્ર થશે.

૧૦.    શ્રી (નિમણૂંક અપાતા ઉમેદવારનું નામ)એ કાર્યમથક પર રહેઠાણે રહેવાનું ફરજીયાત રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકશે નહી.

૧૧.    ફરજના ભાગરૂપે મુખ્યમથકથી આઠ કિ.મી. બહાર જવાનું થાય તો ૬ કલાકથી વધુ અને ૧૨ કલાક સુધીના રોકાણ માટે વર્ગ-૨ના અધિકારીને મળવા પાત્ર દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે તેમજ મુસાફરી ભાડા પેટે એસ.ટી.બસ/રેલવેનું બીજા વર્ગનું ભાડુ મળવાપાત્ર થશે.

૧૨.    કરારના સમયગાળા દરમિયાન અસંતોષકારક કામગીરી કે અશિસ્ત બદલ કોઈપણ જાતની નોટીસ આપ્યા સિવાય કોઈપણ સમયે નોકરી સમાપ્ત કરવામાં આવશે.

૧૩.    સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ જરૂરી શરતો નકકી થાય તે પણ બંધનકર્તા રહેશે.

૧૪.    વ્યવસાય વેરાની કપાત નિયમાનુસાર ફીકસ માનદ વેતનમાંથી કરી લેવાની રહેશે.

૧૫.    નિમણૂકના સમય દરમિયાન તેમણે બજાવેલ સરકારી સેવાની બાબત અંગે કોઈપણ પ્રકારની ફોજદારી કે દિવાની કાર્યવાહી સબબ રાજય સરકારની કોઈ જવાબદારી રહેશે નહી.

૧૬.    કરાર આધારિત ઉચ્ચક વેતનથી/માનદ વેતનથી નિમણૂક પામેલ વ્યકિતને સરકારી મહેકમ ઉપર સમાવિષ્ટ થવા માટેનો કોઈ હકક પ્રાપ્ત થશે નહી.

૧૭.    ઉપરોકત શરતો નિમણૂક પામનાર વ્યકિતને સ્વીકાર્ય છે, તે અંગેનુ સંમતિપત્ર મેળવવાનું રહેશે.

૧૮.    આ ભરતી જે તે સંવર્ગના ભરતી નિયમો અનુસાર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોથી ભરતીની નિયત કરાયેલ પ્રક્રિયાને અનુસરીને જ કરવાની રહેશે અને નિયત અરજીપત્રકમાં આ શરતોનો સમાવેશ કરવાનો રહેશે.

૧૯.    આ કરાર આધારિત ફરજ ઉપર જોડાતાં પહેલાં શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

૨૦.    કરારથી ફીકસ પગાર/માનદ્દ વેતનથી જોડાનાર વ્યકિતએ કરાર કરવાનું સ્વિકારતાં પહેલાં તેમની સેવા લેનાર સત્તાધિકારીને યોગ્ય લાગે તો પર્સનલ એકસીડન્ટ યોજના અંતર્ગત વીમો મેળવી લેવાનો, અધતન કરાવવાનો તથા તેનો આધાર કચેરીમાં રજૂ કરવાનો રહેશે. આ અંગે વીમાના પ્રિમીયમનો ખર્ચ કચેરી દ્વારા ભોગવવામાં આવશે નહિ.

 

 

નિયામક

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો,

ગુજરાત રાજય, અમદાવાદ

 


 આપની સેવામાં

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
લાંચરૂશ્વત વિશે સંપર્ક
નાગરિક અધિકારપત્ર
માહિતી મેળવવાનો અધિકાર
સૂત્રો (સ્લોગન્સ)
ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧
અધિકારી /કર્મચારીએ આપવાની થતી માહિતીના ફોર્મસ
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
શું કરવું અને શું નકરવું

ફરિયાદ

 
  Contact Matrix

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ
 

   Disclaimer      |     Feedback

Last updated on 02-05-2018